ગેલ કે યુવરાજ નહીં પ્રીતિ ઝિન્ટાએ આ ખેલાડીને કહ્યું 'શેર કા બચ્ચાં'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે આ ટૂર્નામેન્ટમાં વેચાનારો ત્રીજો અફઘાન ક્રિકેટર છે. તેના સિવાય રાશિદ ખાન (9 કરોડ) અને મોહમ્મદ નબી (1 કરોડ) પણ આઇપીએલ ઓક્શનમાં વેચાયા હતા. તેમને ઓગસ્ટ 2017 માં લિસ્ટ એ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તેને કેટલીય ડૉમેસ્ટિક લીગમાં સારુ પ્રદર્શન કર્યું હતું. તે 1 વનડે મેચમાં 5 વિકેટ લેનારો સૌથી ઓછી ઉંમરનો બૉલર છે. આ શાનદાર પરફોર્મન્સ તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ કર્યું હતું.
પર્પલ કેપની રેસમાં મુજીબ ઉર રહેમાન ત્રીજા નંબરે ચાલી રહ્યો છે. તેનાથી 2 વિકેટ આગળ હાર્દિક પંડ્યા અને તેની ટીમનો જ સાથી ખેલાડી એન્ડ્ર્યૂ ટાય છે.
પોતાની આ કિંમતને આ બૉલરે યોગ્ય રીતે સાબિત કરી આપી છે. તે આ આઇપીએલ સિઝનમાં 14 વિકેટ લઇ ચૂક્યો છે.
મુજીબ 21મી સદીમાં જન્મ લેનારો પહેલો ક્રિકેટર છે, જેને ઇન્ટરનેશનલ મેચ રમવાનો ચાન્સ મળ્યો છે. 17 વર્ષના મુજીબને આ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
આઇપીએલ 2018ની શરૂઆતના સમયે મુજીબ ઉર રહેમાન પોતાની ઉંમરને લઇને ચર્ચામાં હતો, જોકે તેને બતાવી દીધું કે ઓળખ બનાવવા માટે ઉંમર કોઇ મહત્વની નથી રહેતી.
પ્રીતિ ઝિન્ટીની આ વાત મુઝીબ ઉર રહેમાન માટે 100 ટકા યોગ્ય ફીટ બેસી, આઇપીએલમાં તેનું પ્રદર્શન ખરેખર ઉત્સાહજનક રહ્યું.
મુજીબ ઉર રહેમાનની સાથે પ્રીતિ ઝિન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું છે કે, 'અમારો આ શેરનો બચ્ચો બીજા કેટલાય શેરોથી વધુ ત્રાડ પાડી રહ્યો છે'.
વળી, આ વખતે પ્રીતિનો પ્રેમ જે ખેલાડી પર ઉભરાઇ આવ્યો છે, તે યુવરાજ સિંહ કે ગેલ નહીં પણ પંજાબની ટીમનો સૌથી યુવા ખેલાડી મુજીબ ઉર રહેમાન છે.
નવી દિલ્હીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, યુવરાજ સિંહ અને અશ્વિન જેવા સ્ટારથી ભરેલી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ આઇપીએલની આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાનના હાથે હારનો સામનો કરવા છતાં ટીમ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. આ પ્રદર્શનથી ટીમી ઓનર પ્રીતિ ઝિન્ટા ખુબજ ખુશ છે, અને તે ટીમમાં સારુ પ્રદર્શન કરનારા ખેલાડીની સોશ્યલ મીડિયામાં પ્રસંશા પણ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -