પૃથ્વી શૉએ ડેબ્યૂ મેચોમાં પૂરી કરી સદીની હેટ્રિક, અનેક રેકોર્ડ કર્યા પોતાના નામે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: પૃથ્વી શૉએ પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર સદી ફટકારી અને અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. રાજકોટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં પૃથ્વીએ 134 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે ડેબ્યૂ મેચમાં સદીની હેટ્રિક મારી દીધી છે.
ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં સદી બાદ ટેસ્ટ ડેબ્યૂમાં પણ સદી નોંધાવનાર બેટ્સમેન, ગુંડપ્પા વિશ્વનાથ(ભારત), ડર્ક વેલ્હમ (ઓસ્ટ્રેલિયા) અને પૃથ્વી શો(ભારત)
પૃથ્વી શૉ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં સદી નોંધાવનાર ભારતના 15માં ભારતીય બેટ્સમેન છે. આ પહેલા રોહિત શર્માએ નવેમ્બર 2013માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કોલકાતામાં પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
આ પહેલા શિખર ધવન(85 બોલ) અને વેસ્ટઇન્ડિઝના ડ્વેન સ્મિથે(93 બોલમાં)નો રેકોર્ડ છે. પૃથ્વીએ પદાર્પણ ટેસ્ટ મેચમાં સદી નોંધવનાર યુવા બેટ્સમેનની યાદીમાં ચૌથુ સ્થાન હાંસલ કર્યું છે.
પૃથ્વી શૉ ડેબ્યૂ ટેસ્ટમાં સદી નોંધાવનાર ભારતનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. પૃથ્વીએ 99 બોલમાં પોતાની પ્રથમ ટેસ્ટ શદી ફટકારી હતી. આ સિવાય પૃથ્વી ડેબ્યૂ મેચમાં સૌથી ઝડપી સદી નોંધાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.
18 વર્ષીય પૃથ્વી શૉ એ જાન્યુઆરી 2017માં રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં ડેબ્યૂ કર્યું હતું અને ડેબ્યૂની સાથેજ તેણે આ મેચમાં સદી(120 રન) નોંધાવી દીધી હતી. ત્યાર બાદ 2017માં દિલીપ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું અને ફાઇનલમાં તેણે સદી (137 રન) ફટકારી હતી. અને હવે ડેબ્યૂ ટેસ્ટમાં પણ શાનદાર સદી(134 રન) ફટકારી અનોખી ‘હેટ્રિક’પૂર્ણ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -