પૃથ્વી શૉના ડેબ્યૂ મેચની સદીની તેના ઘરે થઇ જબરદસ્ત ઉજવણી, મીઠાઇ ખવડાવી-ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉએ ડેબ્યુ મેચમાં જ શાનદાર સદી ફટકારીને પોતાની બેટિંગની ઝલક દેશને બતાવી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં પૃથ્વી શૉએ 99 બૉલમાં 15 ચોગ્ગા સાથે મેઇડન સેન્ચૂરી ફટકારી હતી. આ સમયે તેની સાથે રમતમાં પૂજારા પણ ક્રિઝ પર હતો. પૃથ્વી શૉની શાનદાર સદી બાદ તેના નિવાસ સ્થાન મુંબઇના વિરારમાં જબરદસ્ત ઉજવણીનો માહોલ સર્જાયો હતો, માતા-પિતા સહિત ઘરવાળા અને મિત્રોએ પૃથ્વી શૉની સદીને ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
પૃથ્વી શૉ ભારત તરફથી ટેસ્ટ કેપ પહેરનારો 293મો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉની કેપ્ટનશીમાં જ ભારતને આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો.
18 વર્ષનો પૃથ્વી શૉ ડેબ્યૂ મેચમાં શાનદાર અડધી સદી ફટકાર નારો ભારતનો સૌથી યુવા બેટ્સમેન છે, પૃથ્વી શૉએ 56 બૉલમાંજ પોતાની પહેલી ટેસ્ટ હાફ સેન્ચરી પુરી કરી હતી.