2018માં ટેસ્ટમાં બેટિંગ એવરેજ મામલે કોહલી નહીં આ ભારતીય ખેલાડી રહ્યો ટોચ પર, જાણો કોહલીનો છે કેટલામો ક્રમ
નવી દિલ્હીઃ વર્ષ 2018 પૂરું થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તે વન ડેમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારો ખેલાડી બન્યો હતો. ઉપરાંત ચાલુ વર્ષે તેણે ટેસ્ટ (1322 રન) અને વન ડે (1202 રન)માં પણ સૌથી વધારે રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમ છતાં ટેસ્ટમાં બેટિંગ એવરેજ મામલે કોહલી ટોપ 10માં પણ નથી. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ એવરેજ મામલે કોહલી 12માં નબર પર છે. 2018માં કોહલીની ટેસ્ટ એવરેજ 55.08 રહી છે. આ લિસ્ટમાં ભારતીય ઓપનર પૃથ્વી શૉ ટોપ પર છે.
પૃથ્વી શૉ ચાલુ વર્ષે 2 ટેસ્ટ રમ્યો હતો. જેમાં તેણે 237 રન બનાવ્યા હતા. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 94 અને એવરેજ 118.5ની રહી છે. તેની હાલની એવરેજ ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને ટેસ્ટમાં સૌથી વધુ એવરેજ ધરાવતા ડોન બ્રેડમેનથી પણ વધારે છે. બ્રેડમેને 52 ટેસ્ટમાં 6996 રન બનાવ્યા હતા. જે દરમિયાન તેની એવરેજ 99.9ની રહી હતી.
ચાલુ વર્ષે ટેસ્ટમાં સૌથી વધારે એવરેજના મામલે ઝીમ્બાબ્વેનો બ્રેન્ડન ટેલર બીજા નંબર પર છે. તેણે ચાલુ વર્ષે 82.0ની સરેરાશથી 246 રન નોંધાવ્યા છે. ત્રીજા નંબર પર રહેલા આયર્લેન્ડના કેવિન ઓબ્રાયને ચાલુ વર્ષે 1 ટેસ્ટમાં 158 રન બનાવ્યા છે. જે દરમિયાન તેની એવરેજ 79.0 રહી છે. બાંગ્લાદેશનો ક્રિકેટર આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. તેણે ચાલુ વર્ષે 76.0ની સરેરાશથી રન બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -