પૃથ્વી શૉએ ટ્વીટ કર્યું કે,’હું સમગ્ર ઈમાનદારી સાથે આ નિર્ણયનો સ્વીકાર કરું છું. હું હાલ ગત ટૂર્નામેન્ટમાં લાગેલી ઈજાથી બહાર આવી રહ્યો છું અને હું અંદરથી ખળભળી ગયો છું.’ બીસીસીઆઈએ ડોપિંગના નિયમોના ઉલ્લંઘન મામલે શો પર 16 માર્ચ 2019થી શરુ થઈને 15 નવેમ્બર 2019 સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
ભારત માટે બે ટેસ્ટ મેચ રમનાર શૉએ કહ્યું કે,’મને આ એક સબક મળ્યો છે અને આશા છે કે અમારી રમતમાં આ બીજાને પણ પ્રેરણા કરશે. અમે ખેલાડીઓ બીમાર પડીએ તો કોઈપણ દવા લેતા પહેલા સાવધાની વર્તવી જોઈએ. ભલે દવા કાઉન્ટર પર ઉપલબ્ધ હોય અને હંમેશા તેની જરુર હોય પરંતુ તેના પ્રોટોકોલનું પાલન કરવાનું હોય.’
શૉએ બીસીસીઆઈના ડોપિંગ વિરોધી પરીક્ષણ કાર્યક્રમ હેઠળ 22 ફેબ્રુઆરી 2019ના રોજ ઈન્દૌરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન યુરિનનો નમુનો ઉપલબ્ધ કરાવ્યો હતો. પરીક્ષણ પછી નમુનામાં ‘ટરબુટૈલાઈન’ મળ્યું હતું.