પ્રથમ ટેસ્ટની ડેબ્યૂ મેચમાં પૃથ્વીના ધમાકેદાર 10 રેકોર્ડ, જાણો
ટેસ્ટ મેચની પ્રથમ બોલ રમનાર પ્રથમ ભારતીય ટીનેજર બન્યો છે. 56 બોલમાં ડેબ્યૂમાં ચોથી સૌથી ઝડપી હાફ સેન્ચૂરી લગાવનાર ભારતીય બન્યો છે. ડેબ્યૂ મેચમાં પૃથ્વી હાફ સેન્ચૂરી લગાવનાર 27મો ભારતીય બેટ્સમેન બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૃથ્વી ટેસ્ટ ડેબ્યૂમાં સદી સાથે શરૂઆત કરનાર ત્રીજો મુંબઈનો બેટ્સમેન બની ગયો છે. પૃથ્વી સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચૂરી લગાવનાર ભારતીય બની ગયો છે. પૃથ્વી સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનારો બીજો ભારતીય ઓપનર બન્યો છે.
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં બીજો સૌથી નાની ઉંમરમાં સદી બનાવનારો બેટ્સમેન બન્યો છે. સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારો 15મો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
પૃથ્વી વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં સદી ફટકારવાના મામલે ચોથો બેટ્સમેન બની ગયો છે. દડાની વાત કરવામાં આવે તો પૃથ્વી ડેબ્યૂ મેચમાં ઝડપથી સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેણે 99 બોલમાં સદી ફટકારી છે.
રાજકોટ: પોતાની પ્રથમ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી પૃથ્વી શોએ રેકોર્ડની વણઝાર વરસાવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉએ 99 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -