Pro Kabaddi League 2021-22 final Schedule: પ્રૉ કબડ્ડી લીગ 2021નો વિજેતાનો ફેંસલો 25 ફેબ્રુઆરીએ થશે. લીગ પોતાના છેલ્લા તબક્કામાં છે અને તમામ ટીમોની એક કે બે મેચો જ બચી છે, આમ છતાં હજુ સુધી પ્લેઓફનુ ચિત્ર સ્પષ્ટ નથી થઇ શક્યુ. માત્ર પટના પાયરેટ્સ (Patna Pirates) જ પ્લેઓફ્સમાં પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યુ છે. જોકે, આજે રાત્રે રમાનારી મેચોથી પ્લેઓફ્સ (Playoffs)ની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. મશાલ સ્પોર્ટ્સે 16 ફેબ્રુઆરીની સાજે જ પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)માં બચેલી મેચો અને ફાઇનલની તારીખો જાહેર કરી દીધી. જાણો કઇ રીતે રહેશે પ્લેઓફ્સનુ સમીકરણ.......... 


12માં ટૉપની છ ટીમો માટે ક્વૉલિફાય કરશે. પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી ટીમ સેમિ ફાઇનલ-1 (Semifinal-1) રમશે અને બીજી સ્થાન પર રહેશી ટીમ સેમિ ફાઇનલ -2 (Semifinal-2)માં પોતાની દાવેદારી કરશે. પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર રહેલી ટીમ એલિમિનેટર-1 (Eliminator-1)માં એકબીજા સાથે ટકરાશે. જે 21 ફેબ્રુઆરીએ રમાશે. એલિમિનેટર -1 જીતનારી ટીમ સેમિ ફાઇનલ-1માં રમશે. જે 23 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે હારનારી ટીમનો સફર પુરો થઇ જશે. 


આ રીતે પૉઇન્ટ ટેબલમાં ચોથા અને પાંચમા નંબર પર રહેનારી ટીમો એલિમિનેટર-2 (Eliminator-2)માં આમને સામને ટકરશે. જે 21 ફેબ્રુઆરીએ રમાશે. એલિમિનેટર-2 જીતનારી ટીમ સેમિ ફાઇનલ 2માં મેટ પર ઉતરશે. જે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને સેમિ ફાઇનલની વિજેતા ટીમ 25 ફેબ્રુઆરીએ ખિતાબી મુકાબલામાં (PKL Final) આમને સામને થશે. અત્યાર સુધી પટના પાયરેટ્સે ત્રણ વાર પ્રૉ કબડ્ડી લીગ (PKL)નો ખિતાબ જીત્યો છે, તો જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers), યૂ મુમ્બા (U Mumba) અને બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)એ એક એક વાર આ ટ્રૉફી ઉઠાવી છે. 


હાલમાં તેલુગૂ ટાઇટન્સ (Telugu Titans), તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) પ્લેઓફ્સની દોડમાંથી બહાર થઇ ચૂક્યા છે. તો પટના પાયરેટ્સે સેમિફાઇનલ-1 માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. હવે વળી, આઠ ટીમોમાંથી માત્ર 5 ટીમોની પાસે જ પ્લેઓફ્સમાં જગ્યા બનાવવાનો મોકો છે. જેમાં દબંગ દિલ્હી (Dabang Delhi), હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers) અને પુનેરી પલટન (Puenri Paltan)ની પાસે વધારે મોકો છે. તો બેંગ્લુરુ બુલ્સ, જયપુર પિન્ક પેન્થર્સ અને યુપી યોદ્ધા (UP Yoddha)ની પાસે એક મોકો છે અને હાર તેમના સફરને સમાપ્ત કરી શકે છે.


 


આ પણ વાંચો----


Road Transport New Rules: 4 વર્ષ સુધીના બાળકને બાઇક પર લઇને નીકળતા પહેલા વિચારજો, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન


સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી


Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ


ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી


ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર


બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે


દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ