Pro Kabaddi League 2018: આ ખેલાડીઓ વચ્ચે જામશે રોમાંચક જંગ, જાણો વિગત
ફઝલ અત્રાચલીઃ પ્રો કબડ્ડીની છેલ્લી 5 સીઝનાં સૌથી સફળ વિદેશી ખેલાડીઓમાં ફઝલ અત્રાચીનો સમાવેશ થાય છે. તે યૂમુંબા ટીમનો સભ્ય છે. 56 પ્રો કબડ્ડી મેચમાં તેણે 230 ટેકલ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંજીત ચિલ્લરઃ પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં મંજીત ચિલ્લરે અત્યાર સુધીમાં સૌથી વધારે 243 ટેકલ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે. તેના પર પણ દર્શકોની નજર રહેશે.
અજય ઠાકુરઃ પ્રો કબડ્ડી જોતા દર્શકોમાં અજય ઠાકુર સૌથી પસંદગીના ખેલાડીઓ પૈકીનો એક છે. અત્યાર સુધીની 80 મેચમાં 529 રેડ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે. તમિલ થલાઇવાઝની ટીમને મજબૂતી આપવામાં તેનો મહત્વનો ફાળો છે.
પ્રદીપ નરવાલઃ છેલ્લી ત્રણ સીઝનથી પટના પાઇરેટ્સ તરફથી ધમાલ મચાવનારા પ્રદીપ નરવાલ પર લોકોની ખાસ નજરે રહેશે. 5મી સીધનમાં 369 પોઈન્ટ સાથે શ્રેષ્ઠ રેડર સાબિત થયો હતો. કોઈ એક સીઝનમાં સૌથી વધારે 369 પોઈન્ટ્સ, કોઈ એક મેચમાં સર્વાધિક 34 પોઇન્ટ્સ અને એક રેડમાં સર્વાધિક 8 પોઇન્ટ બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે.
રાહુલ ચૌધરીઃ તેલુગુ ટાઇટન્સનો રાહુલ ચૌધરી પ્રો કબડ્ડીના ઇતિહાસમાં સૌથી સફળ ખેલાડી રહ્યો છે. પાંચ સીઝમનમાં તેણે 666 રેડ પોઇન્ટ્સ હાંસલ કર્યા છે અને 79 મેચ રમ્યો છે.
નવી દિલ્હીઃ રવિવારથી પ્રો કબડ્ડી લીગ 2018 શરૂ થઈ જશે. પ્રથમ મુકાબલો ત્રણ વખતની ચેમ્પિયન પટના પાઇટ્સ અને તામિલ થલાઇવાઝ વચ્ચે રમાશે. 13 સપ્તાહ સુધી ચાલનારા કબડ્ડીના કુંભમાં અનેક ખેલાડીઓ વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -