Pro Kabaddi League 2018: અમદાવાદમાં ક્યારે અને કઈ જગ્યાએ રમાશે મેચ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2018 09:17 PM (IST)
1
અમદાવાદમાં 16થી 22 નવેમ્બર, 2018 દરમિયાન મેચો રમાશે. આ મેચ કાંકરિયા ટ્રાન્સટેડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાશે. અમદાવાદમાં 11 મેચો રમાશે.
2
અમદાવાદઃ પ્રો કબડ્ડી લીગ 2018 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ વખતે લીગમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાતની ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ પણ સામેલ છે.
3
અમદાવાદમાં રમાનારી મેચોનું શિડ્યૂલ.
4
લીગનો પ્રથમ મુકાબલો તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવા વચ્ચે રમાશે. ગત વખતની વિજેતા ચેમ્પિયન પટના પાઇરેટ્સ આ વખતે પણ ખિતાબની પ્રબળ દાવેદાર છે.