Pro Kabaddi league Season 8, Puneri Paltan vs Bengal Warriors: બેંગલુરુના શેરેટોન ગ્રાન્ડ વ્હાઇટફિલ્ડમાં રમાનારી પ્રો કબડ્ડી લીગ સીઝન આઠમી 43મી મેચમાં પુનેરી પલટનનો સામનો બંગાલ વોરિયર્સ સામે થશે. બંન્ને ટીમો આ સીઝનમાં 7-7 મેચ રમી ચૂકી છે અને ટોપ છ થી બહાર છે. જ્યા બંગાલ વોરિયર્સ 3 મેચમાં જીત મેળવી 17 પોઇન્ટ સાથે આઠમા સ્થાન પર છે જ્યારે પુનેરી પલટન ફક્ત બે મેચ જીતી શકી છે અને પાંચ મેચમાં હારનો સામનો કરી 11મા સ્થાન પર છે. બંગાલ વોરિયર્સ સાથે પુનેરી પલટનની પણ એક પણ મેચ ટાઇ રહી નથી. મેચ સાડા સાત વાગ્યે શરૂ થશે અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ અને હોટ સ્ટાર પર લાઇવ જોઇ શકશો.


 સતત ત્રણ હાર બાદ મળેલી જીત અને પછી હરિયાણા વિરુદ્ધ મેચમાં હાર બતાવે છે કે વોરિયર્સ લયમાં નથી. બંગાલ વોરિયર્સ પલટન વિરુદ્ધ એ લય હાંસલ કરવા માંગશે. કેપ્ટન મનિંદર સિંહ આ સીઝનમાં સારુ પ્રદર્શન કર્યું છે અને તે સૌથી વધુ રેડ પોઇન્ટ હાંસલ કરવા મામલે ચોથા સ્થાન પર છે. આ મેચમાં તે 14 રેડ પોઇન્ટ હાંસલ કરી સિઝનમાં સદી લગાવી શકે છે. એટલું જ નહી  મનિંદર આ સીઝન સુપર રેડ કરવા મામલે સૌથી આગળ છે. છેલ્લી મેચમાં મોહમ્મદ  અને અબોઝર મિઘાનીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિશાંત દેવાડિયા અને સુકેશ હેગડેએ આ મેચમાં સારા પ્રદર્શનની આશા છે.


 પુનેરી પલટનનું  આ સીઝનમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી સાત મેચમાં પાંચમાં  હારનો  સામનો કરવો પડ્યો છે. ટીમના સ્ટાર રેડર આ સીઝનમાં કાંઇ ખાસ કમાલ કરી શક્યા નથી.


 


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


 


સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર