Pro Kabaddi League 2021-22: બુધવારે બેંગ્લુરુના શેરાટૉન ગ્રાઉન્ડમાં પ્રૉ કબડ્ડી લીગની ત્રીજી અને છેલ્લી મેચ બંગાળ વૉરિઅર્સ અને યુપી યૌદ્ધા વચ્ચે રમાઇ, આ મેચમાં જોરદાર રોમાંચકતા બાદ બંગાળની જીત થઇ હતી, મેચમાં બંગાળ વૉરિએર્સે યુપી યૌદ્ધાને 38-33થી હરાવી દીધુ. વૉરિઅર્સ માટે મોહમ્મદ ઇસ્માઇલ નબબક્શે સૌથી વધુ 11 પૉઇન્ટ હાંસલ કર્યા, જ્યારે યુપી યૌદ્ધા તરફથી પરદીપ નરવાલે 8 પૉઇન્ટ હાંસલ કર્યા, તો સુરેન્દર ગિલે 5 પૉઇન્ટ હાંસલ કર્યા હતા.
બન્ને ટીમો વચ્ચે પહેલા હાફમાં જોરદાર ટક્કર જોવા મળી, પરંતુ બીજા હાફમાં યુપી યૌદ્ધાની ડિફેન્સ કમજોર પડી ગઇ અને રેડર્સના નામ પર માત્ર પરદીપ નરવાલ જ દેખાઇ રહ્યો હતો. આ રીતે બીજા હાફમાં બંગાળે શાનદાર રમત બતાવી અને મેચને પોતાના નામે કરી લીધી હતી.
યુપી યૌદ્ધાના કેપ્ટનની રેડની સાથે મેચની શરૂઆત અને તેને પહેલી જ રેડમાં અસફળતા મળી. મનિન્દરે બંગાળ વૉરિઅર્સ માટે રેડ પૉઇન્ટ લઇને મેચનો પહેલો પૉઇન્ટ હાંસલ કર્યો. આ પછી બંગાળના ખેલાડી રેડ પર રેડ કરવા લાગ્યા હતા, વળી બીજી બાજુ યુપી યૌદ્ધામાં માત્ર પરદીપ નરવાલ જ દેખાઇ રહ્યો હતો. છેલ્લી મિનીટોમાં યુપી યૌદ્ધા પર દબાણ વધતુ જઇ રહ્યું હતુ, તેમને મેચમાં વાપસી માટે પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહી. અને મેચ હારી ગઇ હતી..
આ પણ વાંચો..........
મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?
મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?
PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો
20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી