Pro Kabaddi League Season 8, ગુરુવારે બેંગ્લુરુના શેરાટૉન ગ્રાન્ટ વ્હાઇટફિલ્ડમાં રમાયેલી પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) ની છઠ્ઠી મેચમાં શાનદાર રોમાંચ જોવા મળ્યો. પટના પાયરેટ્સે (Patna Pirates) હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)ને 42-39 થી હરાવ્યુ. 


આ મેચમાં મોનૂ ગોયતે (Monu Goyat) સૌથી વધુ 15 રેડ પૉઇન્ટ્સ હાંસલ કર્યા અને ટીમની જીતનો હીરો સાબિત થયો. મોનૂની સાથે સચિન તંવર (Sachin Tanwar) અને પ્રશાંત કુમારે (Prashanth Kumar) 7-7 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા, તો હરિયાણા તરફથી ઓલરાઉન્ડર રોહિત ગુલિયા (Rohit Gulia) એ સુપર ટેન રેડ પુરા કર્યા, રોહિતે આ સિઝનનો પહેલો સુપર રેડ પણ કર્યો. વિકાસ ખંડોલા (Vikash Khandola) એ 6, સુરેન્દર નાડા (Surender Nada)એ 5 અને જયદીપ કુલદીપ (Jaideep Kuldeep)એ 4 પૉઇન્ટ જરૂર કર્યા પરંતુ ટીમની જીત માટે પર્યાપ્ત સાબિત ના થયા. આ મેચમાં સુરેન્દર નાડાએ સુપર ટેકલ કરી હાઇ-5 પુરા કર્યા. 


મેચમાં પટના પાયરેટ્સના કેપ્ટન મોનૂ ગોયતે પહેલી રેડ કરી અને સફળ રેડની સાથે ખાતુ ખોલ્યુ. બીજી અને વિકાસ ખંડોલાએ મોનૂ ગોયતને આઉટ કરીને પહેલી જ રેડ હરિયાણા સ્ટીલર્સના સૌથી મોટા ખતરાને ટાળી દીધો. બીજા હાફની વાત કરીએ તો પટનાની શરૂઆત આક્રમક દેખાઇ. રેડની સાથે ડિફેન્સમાં પણ શાનદાર કર્યુ. છેલ્લી રેડમાં પટનાએ વધુ બે પૉઇન્ટ હાંસલ કર્યા અને 42-39થી આ મેચ પોતાના નામે કરી લીધી.


 


આ પણ વાંચો......... 


J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર


આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે


UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે


Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?


Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે


Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ


કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો