આ જાણીતી મોડેલનું કાર અકસ્માતમાં થયું મોત, મિસ ઈંડિયામાં હતી ફાઈનલિસ્ટ
બિક્રમને માથાના ભાગે ઈજા થઈ છે. અને તેની સારવાર ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બંનેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ સોનીકાને મૃત જાહેર કરવામાં આવી હતી.
તે ચેનલ વીમાં વીજે પણ રહી ચૂકી હતી.
સોનીકાએ પ્રો કબડ્ડી વર્લ્ડ કપ 2016ની હોસ્ટ હતી અને ફેશન સર્કિટમાં એક જાણીતું નામ હતી.
પ્રો-કબડ્ડી લિગની એંકર અને મોડેલ સોનીકા ચૌહાણનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. સોનીકા સાથે કારમાં તેનો કથિત બોયફ્રેંડ અને અભિનેતા બિક્રમ ચટ્ટોપાધ્યાય પણ સાથે હતો. તેને ગંભીર ઈજા પહોંચી છે.
આ અકસ્માત શનિવારે કોલકાતાના લેક મોલ રોડ પર થયો હતો. સોનીકા અને બિક્રમ ટોયટા કોરોલા અલ્ટીસમાં જતા હતા. બિક્રમ ગાડી ચલાવી રહ્યો હતો. તેણે કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર તોડીને ફૂટપાથ પર ચઢી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે સોનીકા લા માર્ટીનેઈર ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અને તે 2013 મીસ ડિવા સ્પર્ધાનો ભાગ હતી. અને મિસ ઈંડિયા ફાઈનલિસ્ટ હતી.