નવી દિલ્હી: બીસીસીઆઈએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈના અધિકારી ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રથમ મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે.




બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે, સીઓએએ આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. સીઓએએ આઈપીએલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ન કરી તેની રકમ આર્મી વેલ્ફેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો.



તેમણે કહ્યું હતું કે, આઈપીએલના ઉદ્ઘાટન સમરોહનું ગત વર્ષે બજેટ 15 કરોડ રૂપિયા આસપાસ હતું. જોકે આ વખતે એવો નિર્ણય કરાયો છે કે, બીસીસીઆઈ આ રકમ વધારી 20 કરોડ રૂપિયા આપશે.



આઈપીએલની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે, હા સીઓએએ આર્મી વેલફેયર ફંડ માટે 20 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. શરૂઆતના દિવસે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને હાજર રહેશે.