નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના કારણે સમગ્ર દેશ શોક મગ્ન છે. આતંકી હુમલાનો ભોગ બનેલા શહીદોના પરિવારજનોની મદદ માટે આમ આદમી લઈ ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે. ક્રિકેટ અને રમત જગતની અનેક હસ્તીઓ શહીદોના પરિવારજનોની મદદ માટે આગળ આવ્યા છે. ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને બોક્સર વિજેન્દ્ર સિંહ બાદ હવે ટીમ ઈન્ડિયાનો ગબ્બર શિખર ધવન પણ મદદ માટે આગળ આવ્યો છે.

વાંચોઃ પુલવામા હુમલો: મોદી સરકારના કયા મહિલા મંત્રીએ શહીદો માટે આપ્યો એક મહિનાનો આખો પગાર, જાણો વિગત

શિખર ધવને પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવાર માટે અમુક રકમ ડોનેટ કરી છે. જોકે, તેણે કેટલી રકમ ડોનેટ કરી તેનો ખુલાસો કર્યો નથી. શહીદોના પરિવારની મદદ કરવાની સાથે તેણે સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે. તેણે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરતી વીડિયો શેર કરીને કહ્યું કે, આપણે તે પરિવારોના નુકસાનની ક્યારેય ભરપાઇ ન કરી શકીએ પરંતુ જેનાથી જેટલી મદદ થાય તેટલી તો જરૂર કરીએ. જય હિંદ. આ પહેલા પણ શિખર ધવને 14 ફેબ્રુઆરીએ શહીદો માટે ટ્વિટ કર્યું હતું.


જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનનો પરિવારોની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ મોટી પહેલ કરી છે. બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે.


બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે. આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરી કહ્યું હતું કે શહીદ જવાનોના બાળકોને પોતાની સ્કૂલ સહેવાગ ઇન્ટરનેશનલમાં મફ્ત શિક્ષણ આપશે.