નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ (West Indies cricket) આઇકૉન ક્રિસ ગેલ (Chris Gayle )એ શુક્રવારે સુરક્ષા ચિંતાઓના કારણે બાબર આઝમની આગેવાનીવાળી ટીમ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી વનડે મેચને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કર્યા બાદ પાકિસ્તાન પર કટાક્ષ કર્યો છે. જોકે, એક દિવસ સીરીઝ અચાનક સ્થગતિ થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) એ એક નિવેદન જાહેર કર્યુ છે, જેમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) પર ધૈર્ય ના રાખવા અને સીરીઝમાંથી થવાનુ દોષી ઠેરવ્યુ છે. 


ક્રિસ ગેલનુ ટ્વીટ વાયરલ- 
માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર ક્રિસ ગેલે મજાક કરતા લખ્યું- તે પાકિસ્તાન જઇ રહ્યો છે અને શું તેની સાથે આવવા માટે કોઇ દિલચસ્પી રાખે છે. ક્રિસ ગેલ લખ્યું- હું આવતીકાલે પાકિસ્તાન જઇ રહ્યો છું, કોણ કોણ મારી સાથે આવી રહ્યું છે? 






હવે સવાલ એ છે કે શું ક્રિસ ગેલ ખેરખરમાં એક દિવસમાં પાકિસ્તાન પહોંચશે? આનો ઉત્તર ના છે. કેમ કે 'યૂનિવર્સ બસ' હાલમાં યુએઇમાં પંજાબ કિંગ્સ ટીમની સાથે છે, જેનુ તે રવિવાર શરૂ થનારી આગામી IPL 2021 તબક્કા IIમાં પ્રતિનિધિત્વ કરશે. PBKS તેની પાસે આશા રાખી રહ્યું છે કે તે સારુ રમશે. કેમ કે તે પોતાની પહેલી આઇપીએલ ટ્રૉફી જીતવા માટે ઉત્સાહિત છે. 


4 મેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ સસ્પેન્ડ થયા પહેલા પંજાબ કિંગ્સ આઇપીએલ 2021ના પૉઇન્ટ ટેબલમાં આઠ મેચોમાં માત્ર ત્રણ જીત અને છ પૉઇન્ટની સાથે છઠ્ઠા નંબર પર છે. 2014ની ફાઇનાલિસ્ટ હવે ટૂર્નામેન્ટના યુએઇ તબક્કામાં સંશોધન કરવા માટેની આશા કરી રહી છે.  


ક્રિસ ગેલે આઇપીએલ 2021ની શરૂઆતી તબક્કામાં PBKSની પહેલા આઠ મેચો રમી છે. તેને આઇપીએલ 2021ના પહેલા તબક્કામાં 25.42ની એવરેજથી 178 રન બનાવ્યા. જેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર 46 રન રહ્યો છે. કેરેબિયન પાવર-હિટર હવે આશા કરી રહ્યો હશે કે બાકીની ટૂર્નામેન્ટમાં 22 ગજની દુરી પર ગેલ સ્ટૉર્મને અપાવવા માટે. પંજાબ કિંગ્સ બીજા તબક્કાની પહેલી મેચ રમવા 21 સપ્ટેમ્બરે રાજસ્થાન રૉયલ્સ સામે મેદાનમાં ઉતરશે.