તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 અને 2018માં સિલ્વર મેડલ જીતી હતી. સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે.
સિંધુ શરૂઆતથી પોતાની હરીફ પર હાવી રહી હતી. તેણે 21-7થી પ્રથમ ગેમ 16 મિનિટમાં જીતી હતી. સિંધુની ઝડપ, નેટ પ્લે અને સ્મેશનો ઓકુહારા પાસે કોઈ જવાબ ન હતો. સિંધુ એટલુ એગ્રેસીવ રમી હતી કે ઓકુહારા માનસિક રીતે તણાવમાં આવી ગઈ હોય તેમ જણાતું હતું.
બીજી ગેમમાં પણ સિંધુની લયમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેણે અનફોર્સ્ડ એરર ન કરતા ઓકુહારાને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. 20 મિનિટમાં 21-7થી ગેમ જીતીને તેણે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.
સિંધુની જીતથી હૈદરાબાદ સ્થિત તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
ગણેશ ઉત્સવને લઈ અમદાવાદ પોલીસે શું બહાર પાડ્યું જાહેરનામું ? કેટલા ફૂટથી ઊંચી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના ? જાણો વિગતે
UP સહતિ ચાર રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે થશે વોટિંગ