આ ઉલ્લંઘનને કારણે રબાડાને મેચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ રબાડાને એક ડીમેરિટ પોઇન્ટ અપાયો હતો. છેલ્લા 24 મહિનામાં રબાડાને મળેલા કુલ ચાર ડીમેરિટ પૉઇન્ટ્સ મળી ચૂક્યા છે જેને લીધે તે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ નહીં રમી શકે.
માઇકલ વોને પ્રતિક્રિયા આપતા કહ્યું વિરોધી ટીમના સૌથી ખતરનાક પ્લેયરની વિકેટ સેલિબ્રેટ કરવા બદલ રબાડા પર એક મેચનો બેન મૂકવામાં આવ્યો એ વાત ખરેખર વાહિયાત છે. ઓવરરેટ્સ અને સ્લો ગેમ માટે કંઈ નહીં, પણ લીધેલી વિકેટ સેલિબ્રેટ કરો તો પ્રતિબંધિત. આ દુનિયા ખરેખર વિચિત્ર છે.