લોસ એન્જેલસઃ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે શનિવારે ટેલર ફ્રિટ્ઝને હરાવીને ATP મેક્સિકો ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. આ 2020માં તેનું પ્રથમ ટાઇટલ છે. સ્પેનના દિગ્ગજ નડાલે અમેરિકાના ફ્રિટ્ઝને 6-3, 6-2થી હરાવીને મેક્સિકો ઓપનનું ટાઇટલ ત્રીજી વખત જીત્યું હતું.


આ પહેલા તે 2013 અને 2015માં પણ ટાઇટલ જીતી ચુક્યો છે. રાફેલ નડાલના કરિયરનું આ 85મું ટાઇટલ છે. 33 વર્ષીય નડાલે ગત મહિને ઓસ્ટ્રેલિયાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ પ્રથમ ટૂર્નામેન્ટ રમી હતી.

ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ટૂર્નામેન્ટ દરમિયાન એકપણ સેટ ગુમાવ્યો નથી. આ ટૂર્નામેન્ટમાં રાફેલ નડાલની 19મી જીત થઈ છે. જ્યારે બે વાર રાફેલ નડાલે હારનો સામનો કરવો પડ્યો છે.