Exit Poll 2024
(Source: Poll of Polls)
ગૌતમે રાજસ્થાન રોયલ્સને અશક્ય લાગતી જીત કઈ રીતે અપાવી, મુંબઈ ઈન્ડિયન્સના ક્યા બોલર્સને ધોઈ નાંખ્યા?
રાજસ્થાન રોયલ્સે છેલ્લી ઓવરમાં જીતવા માટે 10 રન કરવાના હતા. પહેલા બોલે આર્ચર આઉટ થયો પણ બેટ્સમેન ક્રોસ થયા હોવાથી ગૌતમ સ્ટ્રાઈક પર આવ્યો. તેણે બીજા બોલે ચોગ્ગો ઠોક્યો. ત્રીજો બોલ ખાલી ગયો ને ચોથા બોલે તેણે સિક્સર ઠોકીને ટીમને જીતાડી દીધી. ગૌતમે તેની ઈનિંગ્સમાં 4 ચોગ્ગા ને 2 સિક્સર ફટકારી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાન રોયલ્સની ઈનિંગ્સની 19મી ઓવર બૂમરાહે નાંખેલી. આ ઓવરના પહેલા બે બોલ આર્ચર રમેલો. તેમાં એક નો બોલ હતો. આર્ચરે નો બોલના રન સહિત 8 રન લીધેલા. એ પછીના બોલે ગૌતમે બે રન લીધા ને પછી ચોગ્ગો ઠોકી દીધો. પછીનો બોલ ખાલી ગયો પણ છેલ્લા બોલે ગૌતમે ચોગ્ગો ઠોકી કસર પૂરી કરી દીધી.
ગૌતમે એ વખતે જ ખભા ઉંચક્યા અને રહેમાનની ઓવરના પાંચમા બોલે સિક્સર અને છઠ્ઠા બોલે ચોગ્ગો ફટકારીને સોપો પાડી દીધો. ગૌતમની તડાફડીના કારણે રાજસ્થાન રોયલ્સે છેલ્લી બોવરમાં એટલે કે 12 બોલમાં જીતવા માટે 28 રન કરવાના હતા. આ કામ પણ અશક્ય લાગતું હતું પણ ગૌતમે એ કરી બતાવ્યું.
રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 15 બોલમાં 40 રનની જરૂર હતી. રહેમાન પછી બૂમરાહની ઓલર હતી તેથી બધાંએ માની લીધું કે, રાજસ્થાન રોયલ્સ હારી ગયું કેમ કે પછી કોઈ બેટ્સમેન બચ્યા જ નહોતા. ગૌતમે રહેમાનની ઓવરના ચોથા બોલે બે રન લીધા ને એ રીતે 14 બોલમાં જીતવા માટે 38 રન બાકી રહ્યા.
ગૌતમ બેટિંગમાં આવ્યો ત્યારે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 17 બોલમાં 43 રનની જરૂર હતી અને સામે મુસ્તફિઝુર રહેમાન બોલિંગમાં હતો તેથી આ કામ અશક્ય લાગતું હતું. એ પછીના બે બોલમાં એક-એક રન અને એક નોબ બોલ મળીને ત્રણ રન આવતાં રાજસ્થાન રોયલ્સની હાર પાકી લાગતી હતી.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની રવિવારે રમાયેલી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિયન ઓલરાઉન્ડર જોફરા આર્ચર ઉપરાંત બીજો પણ એક ક્રિકેટર રાજસ્થાન રોયલ્સ માટે હીરો બનીને ઉભર્યો. આ હીરો છે, કૃષ્ણપ્પા ગૌતમ. કૃષ્ણપા ગૌતમે માત્ર 11 બોલમાં 33 રન ફટકારીને રાજસ્થાન રોયલ્સને અકલ્પનિય વિજય અપાવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -