IPLમાં પ્રથમ વખત થઈ આવી ભૂલઃ એક ઓવરમાં ફેંકાયા 7 બોલ, અમ્પાયરે પણ ધ્યાન ન આપ્યું
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બેન લાફલિનને આ વર્ષે રાજસ્થાને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. લાફલિન ઇનિંગની 12મી ઓવર ફેંકવા આવ્યા અને પોતાની ઓવર દરમિયાન સાત બોલ ફેંક્યા. હૈરાન કરનારી વાત એ છે કે મેદાન પર હાજર બન્ને અમ્પાયરોએ તેને રોક્યા પણ નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણે બીજી ઓવરમાં સ્લિમમાં ધવનનો કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા અને તેની આ એક ભૂલ ટીમને ભારે પડી ગઈ. જ્યારે બોલિંગમાં રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર બેન લાફલિનની સાથે એવું થયું જે આજ સુધી આઈપીએલમાં કોઈ બોલર સાથે નથી થયું.
જ્યારે હૈદ્રાબાદે આ સરળ ટાર્ગેટ માત્ર 15.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીમે મેળવી લીધો હત. હૈદ્રાબાદ તરફથી સ્ટાર બેટ્સમેન શિખર ધવને 57 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન કેન વિલિયમસને અણનમ 36 રનની ઇનિંગ રમી હતી.
12મી ઓવરના અંતિમ બોલ પર શિખર ધવને ચોગ્ગો ફટકાર્યો અને સ્ટ્રાઈક બદલવા જઈ રહ્યા હતા ત્યારે અમ્પાયરે તેને રોકી દીધા. લાફલિને ત્યાર બાદ ઓવરમાં વધુ એક ભોલ ફેંક્યો. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલ કમેન્ટેટર પણ આ ઘટના જોઈને હેરાન રહી ગયા. ઉલ્લેખનયી છે કે, સનરાઈઝર્સ હૈદ્રાબાદના બોલરોએ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ રાજસ્થાનને 20 ઓવરમાં નવ વિકેટ પર 125 રન પર જ રોકી લીધા હતા.
હૈદ્રાબાદઃ સોમવારે રમવામાં આવેલ આઈપીએલ મેચમાં હૈદ્રાબાદે રાજસ્થાનને 9 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી. આ જીતના હીરો ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન રહ્યા. ધવને 57 બોલમાં અણનમ 77 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -