રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ મેચ, જાણો કોની સામે ક્યારે કરવામાં આવ્યું છે આયોજન
ખંઢેરી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ટેસ્ટ રમાઈ છે. 2016માં 9-13 નવેમ્બર વચ્ચે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ ડ્રો ગઈ હતી. મેચમાં સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી. આ મેદાન પર 2 ટી-20 અને એક વન-ડે પણ રમાઈ ચુકી છે.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને છેલ્લા એક વર્ષથી એક પણ મેચ નથી મળી, તો બીજી તરફ એક પણ આઈપીએલ મેચ પણ રાજકોટને ફાળવવામાં આવી નથી. જેના કારણે ક્રિકેટ ચાહકોને ભારત-વેસ્ટ ઇન્ડિઝની મેચની આતુરતા રહેશે.
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. યુકેના લોર્ડ્સ મેદાનની આબેહૂબ કોપી લાગતાં શહેરના ખંઢેરી સ્ટેડિયમમાં ઓક્ટોબર મહિનામાં ઇન્ટરનેશનલ મેચ રમાશે તેવી જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા વચ્ચે આ ટેસ્ટ મેચ રમાશે તેવી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.