રણજી ટ્રોફીઃ એક દાયકા જૂનો રેકોર્ડ તોડી ધમાકેદાર અંદાજમાં સૌરાષ્ટ્ર પહોંચ્યું સેમીફાઈનલમાં
રણજી ટ્રોફીના ઈતિહાસમાં અગાઉ આસામે સેનાની વિરુદ્ધ રમતા વર્ષ 2008માં દિલ્હીમાં ચાર વિકેટના નુકસાને 371 રન નોંધાવ્યા હતા. હવે સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો વિદર્ભ સાથે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર વતી હાર્વિક દેસાઈ (116) સ્નેહલ પટેલ (72) વચ્ચે પ્રથમ વિકેટીની 132 રનની ભાગીદારી નોંધાઈ હતી. ચેતેશ્વર પુજારાના નોટ આઉટ 67 અને શેલ્ડન જેક્સનના નોટ આઉટ 73 રનની મદદથી સૌરાષ્ટ્રે 372 રનનું લક્ષ્ય હાસલ કર્યુ હતું.
સૌરાષ્ટ્ર પ્રથમ ઇનિંગમાં 177 રનથી પાછળ રહ્યું હતું પરંતુ બીજી ઇનિંગમાં ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. સૌરાષ્ટ્રની ધારદાર બૉલિંગના કારણે ઉત્તર પ્રદેશ બીજી ઇનિંગમાં માત્ર 194 રનમાં પેવેલિયન ભેગું થઈ ગયું હતું. સૌરાષ્ટ્રને બીજી ઇનિંગમાં 372 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રે આક્રમક બેટિંગ કરીને છેલ્લા દિવસે બીજા સત્રમાં જીત મેળવી હતી.
લખનઉઃ હાર્વિક દેસાઈની કારકિર્દીની પ્રથમ સેન્ચુરી તથા ચેતેશ્વર પુજારા સહિત ત્રણ બેટ્સમેનની હાફ સેન્ચુરીના જોરે સૌરાષ્ટ્રએ શનિવારના રોજ ઉત્તર પ્રદેશને છ વિકેટે હરાવીને નવો રેકોર્ડની સાથે રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -