નવી દિલ્હીઃ બિહાર ક્રિકેટ ટીમના મધ્યમ ફાસ્ટ બોલર અભિજીત સાકેતે મિઝોરમ વિરૂદ્ધ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની બેસ્ટ બોલિંગ કરતાં પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં બિહારે મિઝોરમને છ વિકેટ હાર આપી હતી. સાકેતે પોતાની કારકિર્દીની બેસ્ટ બોલિંગ કરતાં 12 રન આપીને 7 વિકેટ મેળવી હતી. બિહારની ટીમે મિઝોર વિરૂદ્ધ શાનદાર ક્રિકેટ રમી અને મેચનો નિર્ણય ત્રણ દિવસમાં જ આવી ગયો.

આ મેચમાં પ્રથમ ઇનિંગમાં મિઝોરમે 378 રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં સાકેતની ઘાતક બોલિંગની સામે આ ટીમ માત્ર 68 રન જ બનાવી શકી હતી. બીજી ઇનિંગમાં બિહારને જીત માટે 185 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ બિહારે ઇન્દ્રજીત કુમારની અણનમ 98 રનની ઇનિંગ અને બાબુલ કુમારના 61 રનની મદદથી ચાર વિકેટ ગુમાવીને મેળવી છ વિકેટ મેચ જીતી લીધી હતી.



રસપ્રદ વાત તો એ છે કે પેસર સાકેતે કોઈ જ રન આપ્યા વગર જ સાત વિકેટ ઝડપી હતી. મિઝોરમ સામે સાકેતે કેવી ચુસ્ત બોલિંગ કરી હતી તેનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે તેણે 6 ઓવર સુધી એકપણ રન આપ્યા નહોતા અને સાત બેટ્સમેનને આઉટ કર્યા હતાં. સાકેતે જે બેટ્સમેનને આઉટ કર્યા તેમાં પાંચ બેટ્સમેન તો એવા હતાં. જે ખાતું પણ ખોલાવી શક્યા નહોતાં. જેની શરુઆત ઓપનર સી.લાલરિંસાંગાથી થઈ અને અંત જી.લાલ્બિઆકવેલાની વિકેટ સાથે ખતમ આવ્યો હતો.

નોંધનીય છે કે સાકેતની આ ત્રીજી ફર્સ્ટ ક્લાસ મેચ છે. આ 25 વર્ષના બોલરે 2018માં મિઝોરમ સામે જ ડેબ્યૂ કર્યું હતું અને 3 વિકેટ ઝડપી હતી. સાકેત ઉપરાંત આશુતોષ અમને બે અને એસ.એસ.કુમારે એક વિકેટ ઝડપી હતી.