રાજકોટઃ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. પ્રથમ દિવસે રાજકોટના કેપ્ટન જયદેવ ઉનડકટે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. દિવસના અંતે સૌરાષ્ટ્રનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 206 રન છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારા છઠ્ઠા ક્રમે રમવા આવ્યો હતો. પરંતુ 24 બોલનો સામનો કર્યા બાદ તબિયત ખરાબ થતાં મેદાન છોડીને જતો રહ્યો હતો. હાર્વિક દેસાઈ અને અવી બારોટે સૌરાષ્ટ્રને મજબૂત શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 81 રનની પાર્ટનરશિપ કરી હતી.


અવી બારોટ અને વિશ્વરાજ જાડેજાએ 54-54 રન બનાવ્યા હતા. અર્પિત વસાવડા 29 અને ચેતન સાકરિયા 4 રને રમતમાં છે. બંગાળ તરફથી અક્ષ દીપે 3 તથા ઈશાન પોરેલ અને શાહબાઝ અહમદને 1-1 સફળતા મળી હતી.
સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ આ પ્રમાણે છે.


કોરોના વાયરસઃ એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ટિકિટ રિશિડ્યૂલ કરાવવા પર નહીં લાગે ચાર્જ, જાણો વિગતે

Coronavirus: દેશમાં વધુ 4 દર્દી નોંધાયા, 30 એરપોર્ટ પર સઘન તપાસ, સરકાર કરી રહી છે આ ઉપાય

શેરબજારમાં માતમ, રિલાયન્સના શેરમાં બોલ્યો  મોટો કડાકો, ગુમાવ્યો નંબર 1નો તાજ

મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ શેફાલીએ ગુમાવ્યું નંબર વનનું સ્થાન, ટોપ-10માં ત્રણ ભારતીય