આઇસીસી મહિલા વર્લ્ડકપ ટીમમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, જેસ જોનાસેન અને મેગાન સ્કટને સ્થાન મળ્યું છે. જ્યારે ઇગ્લેન્ડના ચાર ખેલાડીઓ ટીમમાં છે. ટીમની પસંદગી પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટરો અને કોમેન્ટટરોની સમિતિએ કર્યું છે જેમાં ઇયાન બિશપ, અંજુમ ચોપરા, લીસા સઠાલેકર, પત્રકાર રાફ નિકોલસન અને આઇસીસી પ્રતિનિધિ હોલી કોલ્વિન સામેલ છે.
પૂનમ યાદવે વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. બાદમાં તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વિકેટ લીધી હતી. બીજી તરફ 16 વર્ષી વર્માએ 158.25 સરેરાશથી 163 રન બનાવ્યા હતા. હીલી અને મૂનીએ 2018માં પોતાનો જ રેકોર્ડ તોડતા 60ની સરેરાશથી સાથે મળીને 352 રન બનાવ્યા હતા.
ICC મહિલા ટી-20 વર્લ્ડકપની ટીમઃ એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), નેટ સ્કિવેર (ઇગ્લેન્ડ), હીથર નાઇટ (ઇગ્લેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), લૌરા વોલ્વાટ (સાઉથ આફ્રિકા), જેસ જોનાસેન (ઓસ્ટ્રેલિયા), સોફી એસેલેસ્ટોન (ઇગ્લેન્ડ), આન્યા શ્રુબસોલે (ઇગ્લેન્ડ), મેગાન સ્કટ (ઓસ્ટ્રેલિયા), પૂનમ યાદવ (ભારત). 12મા ખેલાડી તરીકેઃ શેફાલી વર્મા (ભારત)