Raphael Varane Retirement: ફ્રાન્સના ડિફેન્ડર રાફેલ વરાન આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે, તે લેસ બ્લૂસની સાથે 10 વર્ષના કેરિયરને સમાપ્ત કરી રહ્યો છે. તેને 2018 માં વર્લ્ડકપ જીત્યો હતો, અને ચાર વર્ષ બાદ ઉપવિજેતા રહી હતી, ફ્રાન્સ માટે 93 મેચ રમનારા 29 વર્ષીય રાફેલ વરાન તે ટીમનો ભાગ હતો, જેને 2018માં ટૂર્નામેન્ટ જીતી હતી. 


દેશ માટે રમવુ ગર્વની વાત - 
રાફેલ વરાને એક નિવેદનમાં કહ્યું કે, એક દાયકા સુધી અમારા સુંદર દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનના સૌથી મોટા સન્માનમાથી એક રહ્યું છે. દરેક વખતે જ્યારે મે તે ખાસ વાદળી જર્સી પહેરી, તો મને ગર્વની લાગણી થઇ. હું આના વિશે કેટલાય મહિનાઓથી વિચારી રહ્યો હતો, આ મારા માટે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી સન્યાસ લેવાનો યોગ્ય સમય છે. 






કતાર વર્લ્ડકપ રમી ચૂક્યો છે રાફેલ વરાન - 
માન્ચેસ્ટર યૂનાઇટેડના ડિફેન્ડરે ફ્રાન્સના ગયા વર્ષે સતત બીજા વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડવામાં મદદ કરી હતી, જ્યાં તેને આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટથી હરાવ્યુ હતુ, ફ્રાન્સના વિશ્વકપ વિજેતા ગૉલકીપર અને કેપ્ટન હ્યૂગો લોરિસે 36 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી સન્સાંય લીધાના થોડાક અઠવાડિયા બાદ રાફેલ વરાન પણ સન્યાસની જાહેરાત કરી છે. 


ફ્રાન્સના કૉચ ડેસચેમ્પ્સે કહ્યું કે, - રાફેલ વરાને થોડાક દિવસો પહેલા જ મને એ સમજાવવા માટે ફોન કર્યો કે તે પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરને સમાપ્ત કરવા માંગે છે. તે એક બુદ્ધિમાન છોકરો છે, જે જાણે છે કે, આના વિશે વિચારવા માટે સમય કઇ રીતે નીકળે છે, અને નિર્ણય લેતા પહેલા બધાને જાણ કરવી જરૂરી છે.