ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આફઘાનિસ્તાની ટીમને 34 રને શ્રીલંકન ટીમે હરાવી હતી, વરસાદના કારણે મેચમાં કડવર્થ લૂઇસનો નિયમ લાગુ પડ્યો હતો.
ખાસ વાત એ છે કે આઇસીસીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આફઘાન ક્રિકેટરો, સ્પિનર રશિદ ખાન અને વિકેટકીપર મોહમ્મદ શેહઝાદ બૉલીવુડ સોંગ પર ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.