SRHvsKKR: ભારતીય ફેન્સે રાશિદ ખાન માટે માંગી ભારતીય નાગરિકતા, સુષ્મા સ્વરાજે આપ્યો રસપ્રદ જવાબ
તેના પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે જવાબ આપતા લખ્યું, રાશિદ ખાનને ભારતીય નાગરિકતા આપવાના તમામ ટ્વિટને જોયા, પરંતુ નાગરિકતા આપવાનો અધિકાર ગૃહ મંત્રાલય પાસે છે. આ પ્રથમ વખત નથી કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ક્રિકેટના મેદાનમાં અફઘાનિસ્તાનના કૌશલની નોંઘ લીધી હોય. ગત વર્ષે અફઘાનિસ્તાની ટીમને ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો મળ્યો, ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમની અપરાજેય ભાવનાની સરાહના કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: સનરાઈજર્સ હૈદરાબાદને આઈપીએલના ફાઈનલમાં પહોંચાડનાર અફઘાની ક્રિકેટર રાશિદ ખાનને ભારતીય નાગરિકતા આપવાની માંગ ઉઠી છે. ટ્વિટર પર રાશિદ ખાનને ભારતીય નાગરિકતા આપવાની માંગ ઉઠી છે.
ટ્વિટર પર રાશિદ ખાનને ભારતીય નાગરિકતા આપવાની માંગ ઉઠી તો એક ટ્વિટર યૂજર્સે લખ્યું, કૃપા કરી રાશિદ ખાનને ભારતીય નાગરિકતા પ્રદાન કરો, તે વધુમાં વધુ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે લાયક છે. અફઘાનિસ્તાન પાસે રાશિદના રૂપમાં એક લીજેન્ડરી ક્રિકેટર છે. બીજા એક યૂજર્સે કહ્યું, એ પ્રકારની કોઈ રીત છે કે રાશિદ ખાનને ભારતીય નાગરિકતા આપી શકાય. અમે તેને ભારતીય ટીમના 11 ખેલાડીઓમાં જોવા માંગીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -