✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL: સચિન તેંડુલકરે આ ખેલાડીને T20નો સર્વશ્રેષ્ઠ સ્પિનર ગણાવ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2018 10:40 AM (IST)
1

શુક્રવારે રાશિદનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બોલિંગથી તેણે રોબિન ઉથપ્પાને બોલ્ડ કર્યો બાદમાં ક્રિસ લિનને LBW કર્યો ત્યાર બાદ આંદ્રે રસેલને સ્લિપમાં શિખર દવનના હાથે કેચ આઉટ કર્યો. ઉપરાંત તેણે ઝડપી ફીલ્ડિંગ અને થ્રોથી નીતીશ રાણાને રન આઉટ કરાવ્યો અને અંતિમ ઓવરમાં બે કેચ પકડ્યા.

2

19 વર્ષીય આ લેગ સ્પિનરે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. રાશિદ ખાને આ વર્ષે 16 આઈપીએલમાં 20 વિકેટ લીધી છે. શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ રમાયેલ બીજા ક્વોલિફાયર મેચમાં તેણે ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તેની સાથે જ તેણે બેટિંગમાં પણ શાનદર પરફોર્મન્સ કર્યું હતું અને 10 બોલમાં તાબડતોડ 34 રન ફટકાર્યા હતા. તેના આ પ્રદર્શનના જોરે સનરાઈઝર્સ હૈદ્રાબાદે કોલકાતને 14 રને હાર આપી હતી ફાઈલનમાં સ્થાન મેળવ્યું હતું.

3

સચિને શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું, મને હંમેશા લાગતું હતું કે રાશિદ ખાન એક સારો સ્પિનર છે પરંતુ હવે મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે તે આ ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ સ્નિપર છે. ધ્યાન રહે, તેની પાસે બેટિંગ કરવાની ક્ષમતા પણ છે. શાનદાર વ્યક્તિ.

4

નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે સનરાઈઝર્સ હૈદ્રાબાદના અફઘાની લેગ સ્પિનર રાશિદ ખાનના વખાણ કર્યા છે. સચિને રાશિદને ટી20 ક્રિકેટનો વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્પિનર ગણાવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL: સચિન તેંડુલકરે આ ખેલાડીને T20નો સર્વશ્રેષ્ઠ સ્પિનર ગણાવ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.