વિદેશ પ્રવાસ પહેલા જ આ ક્રિકેટરના પીતાની ગોળી મારી હત્યા
ધનંજય ટીમમાં ન હોવાને કારણે ટીમને નુકસાન ભોગવવું પડે તેમ છે. શ્રીલંકા માટે 13 ટેસ્ટ રમી ચૂકેલા ધનંજયે ગત વર્ષે ભારત વિરુદ્ધ શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમમાં કમબેક કર્યું હતું. દિલ્હીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ધનંજયે મજબૂત ઈનિંગ રમીને મેચને ડ્રો કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલંબોઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમના બેટ્સમેન ધનંજય ડી સિલ્વાના પિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવામાં ધનંજય વેસ્ટઇન્ડીઝના પ્રવાસ માટે ટીમમાં સામેલ નહીં થાય. એક સ્પોર્ટ્સ વેબસાઇટ અનુસાર ગુરુવારે રાત્રે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ધનંજયના પિતાની ગોળી મારીને હત્યા કરી છે. પિતાની હત્યાની ઘટનાને કારણે ધનંજય છ જૂનથી વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં શરૂ થનારા ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાંથી બહાર થઈ ગયા છે.
ધનંજયના પિતાને ગોળી મારવામાં આવી ત્યારે તેમની સાથે બે અન્ય લોકો પણ ઘાયલ થયાં હતાં. આ ઘટના પછી ધનંજયના સાથીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. ધનંજય ડી સિલ્વાના પિતા રંજના ડી સિલ્વાએ તાજેતરમાં જ સ્થાનીક ચૂંટણી લડી હતી. ધનંજયે અત્યાર સુધીમાં પોતાની ટીમ શ્રીલંકા માટે 13 ટેસ્ટ મેચ રમી છે.
જોકે, આ ઘટનાના કારણે શ્રીલંકા ટીમની વેસ્ટઈન્ડિઝ ટૂર પર કોઈ જ અસર પડી નથી પરંતુ ટીમમાં ફેરફાર જરૂર થશે. ધનંજયની મેનેજમેન્ટ ટીમે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, ‘હું તમને બધાને એ જણાવતાં દુઃખ અનુભવી રહ્યો છું કે ગત રાતે (ગુરુવારે) મારા પિતાની હત્યા કરવામાં આવી છે. આ એક ખૂબ અગત્યની ટેસ્ટ સિરીઝ અને એક વેસ્ટઈન્ડિઝ ટૂર પહેલા થયું છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -