મુંબઈ: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખવામાં આવ્યા છે. કપિલ દેવના નેતૃત્વવાળી કમિટીએ આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખવાની જાહેરાત કરી હતી. કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ લીધા હતા. રવિ શાસ્ત્રી 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે.


રવિ શાસ્ત્રી ભારતના હેડ કોચ બનવા હોટ ફેવરિટ હતા. રવિ શાસ્ત્રી અત્યારે ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝમાં છે, આ ટુર પછી તેમનો કરાર સમાપ્ત થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી તેને સપોર્ટ કરતો હોવાથી તે આ રેસમાં અન્ય ઉમેદવારો કરતા આગળ હતા. સ્કાઇપ દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું.


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ થયા હતા, જેમાં રવિ શાસ્ત્રી પણ સામેલ હતા. કપિલ દેવના આગેવાનીવાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટીની પ્રથમ પસંદ બન્યા રવિ શાસ્ત્રી. આ કમિટીમાં અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી પણ સામેલ છે.