ટીમ ઇન્ડિયાના નવા કોચ રવિ શાસ્ત્રીનો પગાર સાંભળીને ચોંકી જશો તમે, કોચિંગ સ્ટાફને પણ કરોડોનું પેકેજ
જ્યારે ઇન્ડિયા એ અને દેશની અંડર 19 ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડને તેના પ્રથમ વર્ષે BCCI તરફથી 4.5 કરોડ રૂપિયા અને બીજા વર્ષે 5 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું હતું. ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર ઝહીર ખાનને પણ ટીમ ઇન્ડિયાની સાથે સલાહકાર બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવાની વાત ચાલી રહી છે પરંતુ તેના પર અંતિમ નિર્ણય નથી થયો. સૂત્રો અનુસાર ઝહીર ખાનનો પાગર તેના ઉપલબ્ધતા પર આધાર રાખે છે. આ પહેલા ઝહીર ખાને 100 દિવસની સેવાઓ માટે 4 કરોડ રૂપિયાના પેકેજની માગ કરી હતી જે બોર્ડે ફગાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો અનુસાર કોચિંગ સ્ટાફના અન્ય સભ્ય એટલે કે બેટિંગ અને બોલિંગ કોચને પણ વાર્ષિક ધોરણે 2 કરોડ રૂપિયાથી વધારેનું પેકેજ નહીં મળશે, BCCI ટૂંકમાં જ બેટિંગ અને બોલિંગ કોચની નિમણૂક કરવા પર નિર્ણય કરશે. બેટિંગ કોચ તરીકે સંજય બાંગડ અને બોલિંગ કોચ તરીકે ભરત અરૂણનું નામ સૌથી આગળ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ રવિ શાસ્ત્રીને મળનારો પગાર સાંભલીને તમે ચોંકી જશે. સૂત્રો અનુસાર રવિ શાસ્ત્રીને બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) તરફતી 7-7.5 કરોડ રૂપિયાનું વાર્ષિક એટલે કે 60-65 લાખ રૂપિયાનો માસિક પગારની ઓફર મળી શકે છે. આ પહેલા પૂર્વ કોચ અનિલ કુંબલેએ પણ મેમાં અંદાજે આટલા પેકેજની માગ કરી હતી. રવિ શાસ્ત્રી આ પહેલા જ્યારે ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર હતા ત્યારે પણ તેમને આટલું જ પેકેજ મળતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -