નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. કપિલ દેવ, શાંતા અન અંશુમન ગાયકવાડની કમિટીએ શાસ્ત્રીના નામ પર મહોર મારી હતી.
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટીમ ઈન્ડિયાના ભવિષ્યની યોજનાઓનો ખુલાસો કરતા કહ્યું, “મને આ ટીમ પર વિશ્વાસ હતો એટલે કોચ બન્યો. આ ટીમ ઈન્ડિયા એવો વારસો છોડી શકે છે જે ખૂબ ઓછી ટીમ છોડી શકી છે. એક એવો વારસો જેનો આગામી દાયકામાં પણ ટીમો પીછો કરશે.”
આ ઉપરાંત શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા પર કપિલ દેવની સમિતિનો પણ આભાર માન્યો. તેણે કહ્યું, મારા પર વધુ 26 મહિના માટે ભરોસો મુકવા બદલ હું કપિલ, શાંતા અને અંશુમનનો આભાર માનું છું. મારા માટે ટીમનો હિસ્સો બનવો સન્માનની વાત છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિત આ ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી 85 એપ્સ, શું તમે પણ કરી છે ડાઉનલોડ, જાણો વિગતે
હાર્દિક પંડ્યાએ ખરીદી ધોની-કોહલીથી પણ મોંઘી કાર, જુઓ તસવીરો
કોચ બનતાં જ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને ટીમ પર...........
abpasmita.in
Updated at:
17 Aug 2019 07:47 PM (IST)
ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રવિ શાસ્ત્રીને ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -