નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુક્યા છે અને જલ્દી જ વનડેમાંથી પણ નિવૃતીની જાહેર કરી દીધી છે. મને લાગે છે કે તેમની ઉંમરમાં તેઓ માત્ર ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.

ધોનીએ છેલ્લી વનડે ગત વર્ષે વર્લ્ડકપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તેના બાદ તે લાંબા બ્રેક પર છે. તેને લઈને સતત ચર્ચાઓ થતી રહી છે કે ધોની જલ્દી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી અલવિદા કહી શકે છે. ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેના બાદ તેઓ વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચમાં રમી રહ્યાં છે.



રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન એવા સંકેત આપ્યા છે કે ધોની જલ્દી જ ધોની વનડેમાંથી નિવૃતિ જાહેર કરી શકે છે. શાસ્ત્રીએ કહ્યું મને લાગે છે કે તેમની ઉંમરમાં ટી20 એવું ફોર્મેટ છે જે તેઓ રમવાનું ચાલુ રાખશે. તેનો મતલબ એ કે હવે રમવાનું શરૂ કરવું પડશે. તે આઈપીએલમાં રમશે ત્યારે અમે તેના પ્રદર્શનને જોઈશું.

શાત્રીએ વાતો પરથી લાગે છે કે ધોની આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે. ધોનીએ ખુદ હજુ સુધી સંન્યાસને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. ઑસ્ટ્રેલિયામાં તેમનો અનુભવ ટીમ માટે ખૂબજ મહત્વનો સાબિત થઈ શકે છે.

શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો