ગાંધીનગરઃ આવતીકાલે 10મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને સાણસામાં લેશે.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વર્ષના પ્રથમ વિધાનસભા સત્રની આવતીકાલે બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધન સાથે શરૂઆત થશે. વિધાનસભા બજેટ સત્ર 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલશે.

ગૃહમંત્રી અમિત શાહ 11 જાન્યુઆરીએ ગુજરાત આવશે. મહાત્મા મંદિરથી ગૃહ વિભાગનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. 7 હજાર જેટલા કેમેરા લાગશે અને 33 જિલ્લાના કમાન્ડ સીસીટીવી સાથે જોડાશે. આ ઉપરાંત તેઓ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.


બોલિવૂડની આ એક્ટ્રેસે નાના પાટેકરની સરખામણી આસારામ સાથે કરી, કહ્યું- મંદિરો સામે હાથ જોડીને......

 નિર્ભયાના દોષી વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન, જાણો શું હોય છે તે

કાજોલે કર્યો મોટો ખુલાસો, કહ્યું- K3Gની રિલીઝ વખતે મારી કસુવાવડ થઈ હતી

ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ