નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે બીસીસીઆઇના અધ્યક્ષના રૂપમાં સૌરવ ગાંગુલીની નિમણૂક ભારતીય ક્રિકેટને આગળ વધારવાની દિશામાં એક સારુ પગલું છે. શાસ્ત્રીએ કહ્યું કે, બીસીસીઆઇ અધ્યક્ષ બનવા માટે હું સૌરવને દિલથી અભિનંદન આપું છું. તેમની નિમણૂક ભારતીય ક્રિકેટને યોગ્ય દિશામાં લઇ જવાનો એક મોટો સંકેત છે.


રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તે હંમેશાથી સ્વાભાવિક નેતા રહ્યા છે. તેમના જેવો વ્યક્તિ આ પદ માટે યોગ્ય છે. તેમણે અગાઉ બંગાલ ક્રિકેટ સંઘને પણ ચાર-પાંચ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી છે. હવે બીસીસીઆના અધ્યક્ષ તરીકે પણ તેમની પસંદગી ભારતીય ક્રિકેટ માટે સારુ પગલું છે.

તેમણે કહ્યું  કે, ભારતીય ક્રિકેટ બોર્ડ માટે હાલનો સમય મુશ્કેલીભર્યો છે. તેમને  બીસીસીઆઇને ફરીથી વિશાળ બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. શાસ્ત્રીએ સાથે મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને તેમના પર સવાલ ઉઠાવનારાઓની  ટીકા કરી હતી.