ભારતીય ટીમના આ વિકેટકિપરની કારકિર્દીનો આવી જશે અંત ? કોચ શાસ્ત્રીએ આપ્યો સંકેત
PTIના અહેવાલ મુજબ કોચ શાસ્ત્રીને જ્યારે સાહાની વાપસી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તમારે વર્તમાન ફોર્મને પણ ધ્યાનમાં રાખવું પડશે. પંતે મળેલા દરેક મોકાનો ફાયદો ઉઠાવ્યો છે. તેણે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકર્તા આસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરવા મળશે ત્યારે સૌથી વધારે ચર્ચા વિકેટકિપર તરીકે કોનો સમાવેશ કરવો તેને લઈને કરશે. ઓસ્ટ્રેલિયાના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મોટો સંકેત આપ્યો છે.
સાહાએ 32 ટેસ્ટમાં 30.6ની સરેરાશથી 1164 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર 117 રન છે. જ્યારે 9 વનડેમાં તેણે 13.7ની સરેરાશથી 41 રન બનાવ્યા છે.
રિદ્ધિમાન સાહાને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા ટૂર પર અંગૂઠામાં ઈજા થઈ હતી. આ ઈજા સામાન્ય હતી, આ સાથે સાહાને ખભામાં સામાન્ય દુખાવો હતો બાદમાં IPL દરમિયાન સાહાના ખભાની ઈજા વધુ વકરી હતી. જે બાદ તેની સર્જરી કરાવવામાં આવી હતી. જે બાદ તે મેદાનથી દૂર છે.
પંતે પહેલા ઇંગ્લેન્ડ અને બાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે રાજકોટ અને હૈદરાબાદમાં 92-92 રનની ઈનિંગ રમી છે. ભારતને લાંબા સમયથી એમએસ ધોનીની જેમ આક્રમક બેટિંગ કરી શકે તેવા વિકેટકિપરની શોધ હતી. ઈંગ્લેન્ડની ધરતી પર સદી ફટકારીને 20 વર્ષના પંતે ઇતિહાસ રચ્યો હતો. ધોની પણ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારી શક્યો નહોતો.
વિકેટકિપરના મામલે વિકલ્પ ઘણા ઓછા છે. સાહા હજુ પૂરી રીતે ફિટ થયો નથી. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેની પસંદગીની સંભાવના નહીંવત છે. જો તેની પસંદગી થશે તો પંતે સાબિત કર્યું છે કે બેટિંગમાં તે વધારે શક્તિશાળી ખેલાડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -