USમાં વડોદરાના વૈજ્ઞાનિકને ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન આપ્યો, કહ્યું- ‘તમારી સરનેમ હિન્દુ નથી લાગતી’
કરણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કર્યો છે. તેણે લખ્યું, એટલાન્ટાના શક્તિ મંદિરામાં મારાં અને મારાં મિત્રોને એન્ટ્રી ના આપી. કારણ કે, મારાં એક મિત્રનું નામ 'વાળા'થી પુરૂં થાય છે અને આયોજકોને આ હિન્દુ સરનેમની માફક ના લાગ્યું. કરણના જણાવ્યા અનુસાર, તેણે અમેરિકામાં પોતાની 12 વર્ષની કારકિર્દીમાં ક્યારેય આ પ્રકારના ભેદભાવનો સામનો નથી કર્યો, ત્યાં સુધી કે અમેરિકા પણ યોગ્ય રીતે વ્યવહાર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો. કરણ 2016માં વૈજ્ઞાનિકોની ગુરૂત્વાકર્ષણ તરંગો પર શોધ કરતી એક 'લિગો' ટીમમાં સામેલ થયા હતા. તે મૂળ ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે. છેલ્લાં 12 વર્ષોથી તે અસ્થાયી રીતે અમેરિકામાં જ રહે છે.
વડોદરાઃ ગુજરાતના વડોદરાના જાણીતા ખગોળ ભૌતિકવૈજ્ઞાનિક જે અમેરિકામાં રહે છે તેને ત્યાં નવરાત્રિ દરમિયાન આયોજિત ગરબામાં જવા દેવામાં ન આવ્યા. ગરબામાં ન આવવા દેવા માટેનું કારણ અતાર્કિક હતું. ભારતીય મૂળના વૈજ્ઞાનિક કરણ જાનીએ આરોપ લગાવ્યો કે તેને તેના ત્રણ મિત્રો સાથે ગરબાના કાર્યક્રમમાંથી બહાર કરવામાં આવ્યા. ગરબાનું આયોજન કરનારાઓએ એવું કહીને તેમને બહાર કરી દીધા કે તેમની સરનેમ હિન્દૂ સાથે મેળ નથી ખાતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -