ભારતના ઓપનરોના ફ્લોપ શૉ પછી પૃથ્વી શો બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? કોચ શાસ્ત્રીએ આપ્યો શું જવાબ?
આ અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પૃથ્વી શૉ ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ટીમમાં પરત ફરી શકે છે, પૃથ્વી શૉ બૉક્સિંગ ડે મેચ રમશે.
પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઓપનરો ખરાબ રીતે આઉટ થયા હતા, લોકેશ રાહુલ 2 રન (8) હેઝલવુડની બૉલિંગમાં ફિન્ચના હાથે ઝીલાઇ ગયો હતો, જ્યારે બીજા ઓપનર તરીકે આવેલા મુરલી વિજયે પણ નિરાશ કર્યા હતા, તેને પણ સ્ટાર્કે પેનના હાથમાં 11 રને (22) ઝીલાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે રમતી વખતે પૃથ્વી શૉ બાઉન્ડ્રી પર એક કેચ પકડવા જતાં ઇજાગ્રસ્ત થયો હતો.
ઓપનરના ધબડકાની સાથે ટીમ ઇન્ડિયા ખરાબ રીતે એકપછી એક વિકેટ ગુમાવતી હતી. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે ઓપનરોના ખરાબ ફોર્મ અને શૉને રોકવા યુવા ઓપનર પૃથ્વી શૉ ક્યારે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.
નવી દિલ્હીઃ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ખાતે રમાઇ રહી છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતાં 100 રનની અંદરજ અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.