નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બન્યા છે. લોકેએ આઈસીસી દ્વારા શેર કરવામાં આવેલ તસવીરને લઈને શાસ્ત્રીને ખૂબ ટ્રોલ કર્યા. આઈસીસીએ શાસ્ત્રીની એક તસવીર પોતના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી અને લોકોને તેના માટે કેપ્શન લખવા કહ્યું.


આ તસવીરમાં શાસ્ત્રી પુણે ટેસ્ટના ચોથા દિવસે અભ્યાસ સેશન દરમિયાન બન્ને હાથ ઉંચા કરતા જોવા મળ્યા. ત્યાર બાદ તો જાણે શાસ્ત્રી માટે આફત આવી ગઈ. લોકોએ તેને જબરદસ્ત રીતે ટ્રોલ કર્યા.












ટ્વીટર પર ફટાફટ શાસ્ત્રીના મીમ્સ ટ્રેન્ડ થવા લાગ્યા. લોકોએ ફોટોશોપ કરીને જોક્સ પણ લખ્યા હતા. અમુક લોકો તો સીમા પણ વટાવી ચૂક્યા હતા. અને શાસ્ત્રીને ટાયટેનિક હીરોના પોઝમાં ઉભા રાખી દીધા હતા. અમુકે લખ્યું કે, આજે સન્ડે અને આજે દારૂ પીવાનો દિવસ છે. મોટા ભાગનાં લોકોએ દારૂને લઈ શાસ્ત્રીની મજાક ઉડાવી હતી.