શાસ્ત્રીના આ ફોટોને જોયા પછી ટ્રોલર્સ ટ્રોલ કરવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ટ્વિટર પર્સનાલિટી ડેનિસ ફ્રીડમેને લખ્યું છે કે લાગે છે કે ભારતની વર્લ્ડ કપની તૈયારી સારી ચાલી રહી છે.
ફ્રીડમેને મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. જેમાં તે બે યુવતીઓ સાથે જોવા મળે છે. આ સિવાય એક પુરુષ પણ જોવા મળે છે. ફોટોમાં રહેલી બંને યુવતીઓ સેલિબ્રેશનના મૂડમાં જોવા મળે છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, મેદાન અને મેદાનની બહાર પણ રમી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે - ફાઇન લેગ પર ફિલ્ડિંગ.