જામનગર: બહેનના લગ્નમાં પત્ની રીવાબા સાથે હાજર રહ્યા સર જાડેજા, જુઓ તસવીરો
જામનગરની સુમૈર સ્પોર્ટ ક્લબ ખાતે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની નાની બહેન પદમીનીબાના લગ્ન હરિયાણા નિવાસી રાજેન્દ્ર શર્માના પુત્ર વિવેકકુમાર સાથે થયા છે. (પત્ની રીવાબા સાથે રવિંદ્ર જાડેજા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનું રિસેપ્શન જામનગર ખાતે જ રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં જાણીતી હસ્તીઓ સહિત કુંટુંબીજનો ઉમટી પડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે પદમીનીબા અને વિવેકના લગ્નગ્રંથીથી જોડાયા હતાં.
હાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની સીરિઝમાં જાડેજાનું પ્રદર્શન સારુ રહ્યું છે. શનિવારે પોતાની બહેનના લગ્ન હોવાથી તે પત્ની રીવાબા સાથે ખાસ જામનગરમાં શુક્રવારે પહોંચી ગયા હતા. બહેનના લગ્નમાં રવિન્દ્ર જાડેજાનો રજવાડી ઠાઠ જોવ મળ્યો હતો.
રવિવારે એટલે કે 4થી ડિસેમ્બરે મેચ માટે મુંબર જવા રવાના થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -