✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • સ્પોર્ટ્સ
  • એક વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં કમબેક કરતાં જ હીરો બન્યો ધોનીનો આ ‘મિત્ર’

એક વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં કમબેક કરતાં જ હીરો બન્યો ધોનીનો આ ‘મિત્ર’

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 22 Sep 2018 07:47 AM (IST)
1

જાડેજાને ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળે છે અને તે આ આશા ઉપર ખરો ઉતરે છે. અત્યાર સુધી 136 વન-ડે મેચમાં તેણે 31.37ની એવરેજથી 1914 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદી સામેલ છે. જ્યારે તેણે 35.87ની એવરેજથી 155 વિકેટ ઝડપી છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

એશિયા કપમાં બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કરીને જાડેજાને 2019ના વર્લ્ડ કપ માટે દાવો મજબુત બનાવ્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં પણ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

3

જાડેજાનો લગભગ એક વર્ષ પછી ભારતની વન-ડે ટીમમાં સમાવેશ થયો છે. જાડેજા આ પહેલા છેલ્લે જુલાઈ 2017માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો. આ મેચમાં તેણે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 27 રન આપ્યા હતા. તેને કોઈ સફળતા મળી ન હતી. બેટિંગ કરવાની જાડેજાની તક મળી ન હતી. આ પછી જાડેજાને પડતો મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયા અલગ-અલગ દેશ સામે 27 વન-ડે મેચ રમ્યું છે.

Continues below advertisement
4

દુબઈઃ એક વર્ષ સુધી ભારતીય વનડે ટીમમાં કમબેક કરવાનો પ્રયત્ન કરી રહેલ રવિન્દ્ર જાડેજાને 20 સપ્ટેમ્બરે સફળતા મળી જ્યારે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઈએ એશિયા કપ માટે ટીમમાં ફેરફાર કરતાં જાડેજાને સ્થાન આપ્યું. એવામાં દુબઈ પહોંચ્યાની થોડી જ કલાકમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તેણે બાંગ્લાદેશ વિરૂદ્ધ એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં રમવાની તક આપી. હાથમાં આવેલ આ તકને જાડેજાએ ખાલી ન જવા દીધી અને શાનદાર બોલિંગ કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. તેણે શાનદાર પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. જાડેજાએ 10 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.