✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોહલીની વિકેટ ઝડપી જાડેજાએ ન કરી ઉજવણી, ICCએ આ રીતે ઉડાવી મજાક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2018 05:01 PM (IST)
કોહલીની વિકેટ ઝડપી જાડેજાએ ન કરી ઉજવણી, ICCએ આ રીતે ઉડાવી મજાક
1

આ મેચમાં જાડેજાએ શાનદાર પ્રદર્શન કરી આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ મેચમાં જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ વિકેટમાં કોહલી, મનદિપ સિંહ અને પાર્થિવ પટેલના વિકેટલ સામેલ હતા.

2

વિરાટ કોહલની વિકેટ ઝડપી લીધા બાદ જાડેજાનું રિએક્શન એકદમ ઠંડુ રહ્યું. પોતાના પ્રથમ બોલ પર જ જાડેજાએ કોહલીને બોલ્ડ કર્યો. કોહલીની આ વિકેટનું જશ્ન જાડેજાએ ન મનાવ્યું. તેના રિએક્શન એવા લાગી રહ્યા હતા કે તે કોહલીને આઉટ કર્યા બાદ સોરી બોલી રહ્યો હોય.

3

8 ઓવર પૂર્ણ થતા પહેલા જ બેંગલૂરૂના પ્રથમ ત્રણ બેટ્સમેન પેવેલિયન પાછા જતા રહ્યા હતા. 7.3 ઓવરમાં જ બેંગલૂરૂ 53 રને ત્રણ વિરકેટ ગુમાવી ચુક્યું હતું. મૈક્કુલમ 5, કેપ્ટન વિરાટ કોહલી 8 અને ડિવિલિયર્સ 1 રને આઉટ થયા હતા. વિરાટ કોહલીની વિકેટ જાડેજાએ ઝડપી હતી. વિરાટ કોહલીની વિકેટ ચેન્નઈ માટે મહત્વની હતી, કારણ કે કોહલી ક્રિજ પર ટકી જાત તો ચેન્નઈ માટે મુશ્કેલી ઉભી કરી શકત, પરંતુ જાડેજાએ તેને માત્ર 8 રને આઉટ કર્યો હતો.

4

રવીંદ્ર જાડેજાના આ રિએક્શન બાદ તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો. જાડેજાએ ટ્રોલ કરનારાઓમાં આઈસીસી પણ સામેલ હતું. આઈસીસીએ જાડેજાને ટ્રોલ કરતા લખ્યું- જ્યારે તમે પોતાની નેશનલ ટીમના કેપ્ટનને આઉટ કરો છો...

5

નવી દિલ્લી: ચેન્નઈએ આઈપીએલ 2018માં શનિવારે રમાયેલી મેચમાં બેંગલૂરૂને 6 વિકેટથી હરાવ્યું. ચેન્નઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા બેંગલૂરૂના બેટ્સમેનને 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 127 રન પર રોકી દિધા. ત્યારબાદ ચેન્નઈના બેટ્સમેનોએ આ ટાર્ગેટ 18 ઓવરમાં 4 વિકેટના નુકાશના હાસિલ કરી લીધો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કોહલીની વિકેટ ઝડપી જાડેજાએ ન કરી ઉજવણી, ICCએ આ રીતે ઉડાવી મજાક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.