નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વખતે આઇફોનના નવા મૉ઼ડલને લૉન્ચ કરવા જઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે આગામી 13 ઓક્ટોબરે એપલ એક ઇવેન્ટ કરીને આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઇફોન 12ની કિંમતોનો ખુલાસો થયો છે. કંપની તરફથી હજુ સુથી આઇફોન 12ના લૉન્ચિંગ અને કિંમતોને લઇને કોઇ જાણકારી સામે આવી નથી.


કહેવાઇ રહ્યું છે કે 64 જીબી સ્ટૉરેજ વાળા 5.4 ઇંચના આઇફોન 12ની કિમત 47,573 હશે, વળી 128જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 51,238 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત 256જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 59,000 રૂપિયા બતાવવામાં આવી રહી છે.

સોશ્યલ મીડિયા પર એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે. ટિપસ્ટરે ટ્વીટર પર iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max મૉડલને ટ્વીટ કરીને પૉસ્ટ કર્યુ હતુ.

તાજેતરમાં જ બીજા એક ટિપસ્ટરનો અંદાજો સાચો પડ્યો, હવે તેને ગયા મહિને આઇપેડ એર બ્રૉશરની તસવીરો શેર કરી હતી, હવે ટિપસ્ટરે એક તસવીર પૉસ્ટ કરી છે. જેમાં કથિત રીતે અનરિલિઝ્ડ સિલિકૉન iPhone કેસનો હતો, તે સ્ટિકરમાંનુ એક iPhone 12 મિનીનુ નામ છે, જે iPhone 12 પ્રૉ અને iPhone 12 પ્રૉ મેક્સની સાથે દેખાઇ રહ્યું હતુ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ