આ ગુજરાતીએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અન્ડર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં રમવામાં આવેલ 1 મેચમાં 1 ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં જાડેજાએ ધમાકેદાર સેન્ચુરી પણ મારી હતી અને પોતાની ટીમ જામનગર માટે જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં લિમિટેડ ઓવરની ક્રિકેટમાંથી બહાર ચાલી રહેલા જાડેજાએ જામનગરની ટીમ માટે ઓપનિંગ કરી હતી. તેણે અન્ય બેટ્સમેન દિવ્યરાજ સાથે ઓપનિંગ કરીને મેચની શરૂઆતથી જ આક્રામક અંદાજ બતાવ્યો હતો. જામનગરની ઈનિંગની 15મી ઓવરમાં જ્યારે ઓફ સ્પિન બોલર નિલામ વામજાએ બોલિંગ કરી તો, જાડેજાએ તેના બધા જ બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર ફેંકી દીધા. આવી રીતે નિલામે પોતાની 2 ઓવરમાં જ 48 રન આપી દીધા.
ટી20 ક્રિકેટની આ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના B મેદાન પર સૌરાષ્ટ્રની એક એન્ય ટીમ અમરેલી સામે રમાઈ હતી. આ મેચમાં જડ્ડુએ માત્ર 69 બોલ રમીને 154 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી. આ ઈનિંગમાં જાડેજાએ ઓફ-સ્પિન બોલર નીલમ વામજાની એક જ ઓવરમાં સતત 6 સિક્સરો ફટકારી દીધી.
જડ્ડુએ પોતાની આ ખાસ ઈનિંગમાં 15 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. તેની આ વિસ્ફોટક ઈનિંગના કારણે જામનગરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 239 રન બનાવી દીધા. જાડેજા છેલ્લી ઓવર પહેલા જ રન આઉટ થઈ ગયો. જાડેજાની આ ઈનિંગને કારણે જામનગરે અમરેલી પર 121 રનના અંતરે વિશાળ જીત મેળવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -