નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાએ કોમેન્ટેટર સંજય માંજરેકરને ફરી એક વખત ટ્રોલ કર્યા છે. રવિવારે ઓકલેન્ડના મુકાબલામાં ભારતે ન્યૂઝિલેન્ડને સાત વિકેટથી હાર આપી હતી. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા બેટ્સમેન રાહુલને મેન ઓફ  મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

કેએલ રાહુલ 50 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સરની મદદથી 57 રન બનાવ્યા હતા. આ સિવાય અય્યરે 44 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 86 રનની પાર્ટનરશીપ થઈ હતી.

કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ મળતા ટીમ ઈન્ડિયા પૂર્વ ખેલાડી અને કોમેન્ટેટર સંજય માંજરેકરને ન ગમ્યું. તેમનું માનવું હતું કે આ મેચમાં જીત માટે કોઈ ભારતીય બોલરને મેન ઓફ ધ મેચ મળવાની જરૂર હતી.


ટ્વિટર પર માંજરેકરની આ પોસ્ટ પર રવિંદ્ર જાડેજાએ જવાબ આપ્યો હતો. તેણે મજા લેતા પુછ્યું , આ બોલરુનું નામ શું છે? પ્લીઝ પ્લીઝ જણાવો.


બાદમાં માંજરેકરને હસતા હસતા જવાબ આપ્યો કે આ એવોર્ડ તમને અથવા તો બુમરાહને મળવો જોઈતો હતો. જાડેજાએ ચાર ઓવરમાં 18 રન આપી 2 વિકેટ ઝડપી હતી. બુમરાહે 21 રન આપી એક વિકેટ ઝડપી હતી.


આ પ્રથમ વખત નથી કે રવિંદ્ર જાડેજાએ માંજરેકરને ટ્રોલ કર્યા હોય. આ પહેલા 2019ના વર્લ્ડ કપ દરમિયાન સેમીફાઈનલ મેચ પહેલા માંજરેકરે જાડેજા પર કોમેન્ટ કરતા તેને કામચલાઉ ક્રિકેટર ગણવ્યો હતો. જાડેજાએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે બીજાનું સમ્માન કરતા શીખો, હું તમારા કરતા વધારે મેચ રમ્યો છુ અને હજુ પણ ક્રિકેટ રમી રહ્યો છું.