અમદાવાદઃ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI)ના 4562 સ્કવેર મીટરમાં બની રહેલા નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ હતું.

ચાણક્યપુરી વિસ્તારમાં બનનારા નવા બિલ્ડિંગથી સીએનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાભ થશે. બિલ્ડિંગમાં રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રકારના કેસ સ્ટડી પણ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત સરકારી અધિકારીઓને પણ આ ભવનમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું, “પ્રધાનમંત્રીના આર્થિક સધ્ધર દેશ બનાવવાના સ્વપ્નને CA સાકાર કરે છે. દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે ચાર્ટડ એકાઉન્ટન્ટ કામ કરી રહ્યા છે તે કહેવું ખોટું નથી. ગુજરાતમાં વિકાસ હવે ઉત્તમથી સર્વોત્તમ તરફ જઈ રહ્યો છે. ગુજરાત પ્રાથમિક જરૂરિયાતથી ઉપર વધી રહ્યું છે. GST ને સફળ રીતે પાર પાડવા માટે ચાર્ટડ એકાઉન્ટ વર્ગે મહત્વનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદી દેશમાં આર્થિક સુધારા સાથે બદલાવ માટે પ્રયાસ કરી રહ્યા છે, ચાર્ટડ એકાઉન્ટન્ટના સાથ અને સહકારના કારણે આર્થિક સુધારો શક્ય બનશે. મારી પુત્રી અને જમાઈ બંને CA છે.”


ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના કંગાળ ફોર્મમાં એક વાત છે સામાન્ય, જાણીને થશે આશ્ચર્ય

આજથી બદલાઈ ગયા આ  નિયમો, જાણો તમારા પર શું પડશે અસર

ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત