નવી દિલ્હીઃ ભારતે દક્ષિણ આફ્રિકાને વિશાખાપટ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 203 રને હાર આપીને ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં બેટ્સમેનો અને બોલરોએ ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. બેટ્સમેનોમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલે શાનદાર ઇનિંગ રમી હતી જેની મદદથી ભારતે પ્રથમ અને બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવ્યો હતો. બાદમાં બોલરોમાં આર.અશ્વિન,મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.


સાઉથ આફ્રિકા પર ભારતની જીત બાદ પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વખાણ કર્યા હતા અને એક ટ્વિટ કર્યુ હતું પરંતુ જાડેજાને સહેવાગનું આ ટ્વિટ પસંદ આવ્યું નથી.વિરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વિટમાં લખ્યું કે, રોહિત શર્મા માટે શાનદાર મેચ, ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા સપના જેવી શરૂઆત. તેને સારી શુભકામના. ભારતની આ શાનદાર જીત રહી અને મયંક, શમી, અશ્વિન, પૂજારાએ યોગદાન મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.


સહેવાગનું આ ટ્વિટ એક ફેનને પસંદ આવ્યું નથી. આ ફેનને સહેવાગે ટ્વિટ કરતા લખ્યું કે, વિરેન્દ્ર સહેવાગ શું તમને ટીવીમાં રવિન્દ્ર જાડેજાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનું પરફોર્મન્સ પસંદ આવ્યું નથી. અથવા તો પછી સૂઇ ગયા હતા.?

પરંતુ તમામના આશ્વર્ય વચ્ચે રવિન્દ્ર જાડેજાએ આ ફેનને ટ્વિટને રિટ્વિટ કર્યું હતું. સહેવાગ પોતાના ટ્વિટમાં જાડેજાનું નામ લેવાનું ભૂલી ગયા હતા. નોંધનીય છે કે જાડેજાએ આ મેચની પ્રથમ ઇનિંગમાં 30 તો બીજી ઇનિંગમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં જાડેજાએ કુલ 6 વિકેટ ઝડપી હતી.